મેષ અને મિથુન રાશિના લોકો પર માતા લક્ષ્મી થશે મહેરબાન, જાણો તમારું 11 મે 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- મૃગશિરા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમા

આજનું નક્ષત્ર:- મૃગશિરા
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
વૃષભ રાશિઃ
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
સર્જીકલની વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્ર સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
મિથુન રાશિઃ
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
સ્ત્રી વર્ગની વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
કર્ક રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
સિંહ રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોની લોકપ્રિયતા વધશે.
વિદેશથી આવકના સ્રોત મળી આવશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિઃ
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને સફળતા મળશે.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
તુલા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વ્યાપાર માટે શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિઃ
જમીનની ખરીદી કરી શકો છો.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ધન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
નાના ભાઈ બહેનો નો સાથ સહકાર મળશે
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા.
ધાર્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
કુંભ રાશિઃ
વ્યાપારમાં આકસ્મિક ફેરફાર થઈ શકે છે.
સંતાનના સ્વાસ્થયની કાળજી લેવી.
નાના ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે.
આવકનું પ્રમાણ સારું રહેશે.
મીન રાશિઃ
તમારાથી પ્રભાવશાળી લોકો આકર્ષિત થશે.
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.








