મેષ રાશિના જાતકોને ધર્મકાર્યથી આનંદ રહે, વાંચો તમારું 24 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ રહે. ધર્મકાર્યથી આનંદ રહે. વ

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ રહે. ધર્મકાર્યથી આનંદ રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
મિથુન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
કર્ક : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ આવી જતાં, બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
સિંહ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.
મકર : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. ખર્ચ-ખરીદી જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. વાણીની મીઠાશથી લાભ થાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.








