મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન રાશિના જાતકોને કામમાં સાનુકુળતા રહે, જાણો તમારું 25 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય જવાબદારીવાળા કામમાં ધ્યાન રાખવું પડે. વૃષ

મિથુન રાશિના જાતકોને કામમાં સાનુકુળતા રહે, જાણો તમારું 25 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય જવાબદારીવાળા કામમાં ધ્યાન રાખવું પડે.

વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.

મિથુન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન- મકાન- વાહનના કામમાં સાનુકુળતા રહે.

કર્ક : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.

સિંહ : દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. બેચેની - વ્યગ્રતા અનુભવાય.

કન્યા : દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. હર્ષ-લાભ રહે.

તુલા : દિવસ પસાર થતો જાય તેમ કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે ખર્ચ જણાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ રહે. દિવસ પસાર થતો જાય તેમ રાહત શાંતિ થતાં જાય. આપના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.

ધન : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં કોઈને કોઈ રુકાવટ-મુશ્કેલી આવતા જાય. ધીરજ અને શાંતિ રાખવા.

મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામ જણાય. નોકર- ચાકરવર્ગનો સાથ-સહકાર રહેતા કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. મિલન- મુલાકાત થઈ શકે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઈ શકે.

મીન : દિવસ દરમ્યાન માનસિક પરિતાપ- વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિઘા-અસમંજસતાને લીધે નિર્ણય ના લઈ શકો.

આ સમાચાર શેર કરો