મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કન્યા રાશિના જાતકોને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે, જાણો તમારું 24 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા. અયત્યના કામમાં આપને રૂકાવટ જણાય. ઉચાટ અનુભવાય. વૃષભ : આપના કામમાં

કન્યા રાશિના જાતકોને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે, જાણો તમારું 24 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા. અયત્યના કામમાં આપને રૂકાવટ જણાય. ઉચાટ અનુભવાય.

વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. નાંણાકીય લેવડ-દેવડના કામમાં સાવધાની રાખવી.

મિથુન : વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પરદેશના કામમાં આપને રૂકાવટ અનુભવાય.

કર્ક : આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ ઉચાટ-ઉદ્વેગના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં.

સિંહ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલતવી રાખવા.

કન્યા : તબીયતની અસ્વસ્થતાને લીધે દિવસના પ્રારંભથી જ આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

તુલા : રાજકીય સરકારી કાર્યમાં આપને મુશ્કેલી જણાય. માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં.

વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ગ્રાહકને તોડવાના પ્રયાસ થાય.

ધન : કોઈના પર વધુ પડતો વિશ્વાસ રાખીને કોઈ કામ કરવું નહીં. સીઝનલ ધંધામાં આપને મુશ્કેલી જણાય.

મકર : ઘર-પરિવાની મુશ્કેલીના લીધે કામકાજમાં મન લાગે નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતાનુ આવરણ આવી જાય.

કુંભ : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં રૂકાવટ રહે.

મીન : સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

આ સમાચાર શેર કરો