મેષ અને ધન રાશિના લોકો માટે દિવસ મુશ્કેલીથી ભરેલો રહેશે, જાણો તમારું 23 મે 2024નું રાશિ ભવિષ્ય
મેષ : દિવસના પ્રારંભથી જ સુસ્તી- બેચેની, તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે, કામ કરવાની અનિચ્છા છતાં કામમાં વ્યસ્ત રહેવુ

મેષ : દિવસના પ્રારંભથી જ સુસ્તી- બેચેની, તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે, કામ કરવાની અનિચ્છા છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે.
વૃષભ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા મળી રહે, આનંદ રહે.
મિથુન : પ્રારંભિક પ્રતિકૂળતા બાદ આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. કોર્ટ- કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય.
કર્ક : આપની બુદ્ધિ- અનુભવ- આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ- ફાયદો થાય.
સિંહ : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.
કન્યા : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
તુલા : આપના કામમાં સાનુકૂળતા જણાય, ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.
વૃશ્ચિક : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. વિચારોની અસમંજસતા દ્વિધા જણાય.
ધન : રાજકીય- સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપે સંભાળવું પડે, આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.
મકર : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ- શ્રમમાં ઘટાડો થાય.
કુંભ : દિવસ જેમ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. મિત્રવર્ગનો સાથ રહે.
મીન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્ન રહે.








