વૃષભ રાશિના જાતકોના કાર્યની પ્રશંસા થાય, જાણો તમારું 19 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલી અનુભવાય. આપની ગણત્રી ધારણા અવળા પડતા ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.

મેષ : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલી અનુભવાય. આપની ગણત્રી ધારણા અવળા પડતા ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.
વૃષભ : આપના કામમાં પુત્ર- પૌત્રાદિકનો સાથ- સહકાર રહે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે. આપના કાર્યની કદર પ્રશંસા થાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ જણાય, કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : આયાત- નિકાસના કામમાં, દેશ- પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક, પારિવારિક પ્રશ્ને આપને ચિંતા- ઉચાટ રહે.
કન્યા : આપના કાર્યની સાથે જાહેર- સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે.
તુલા : સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસો થાય. વાદ- વિવાદ ગેરસમજથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. આપના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
ધન : જમીન- મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપના કાર્યમાં કાંઈને કાંઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય.
મકર : આપના કામમાં સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. દેશ- પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામકાજ અર્થે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મિલન- મુલાકાત થઈ શકે.








