મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સિંહ અને ધનુ રાશિના લોકો માટે દિવસ તણાવપૂર્ણ રહેશે, જાણો તમારું 09 જૂન 2024નું રાશિફળ 

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થતો જાય. વાહન ધીરે ચલાવવું. વૃષભ : દિવસ દરમ્યા

સિંહ અને ધનુ રાશિના લોકો માટે દિવસ તણાવપૂર્ણ રહેશે, જાણો તમારું 09 જૂન 2024નું રાશિફળ 

મેષ :  જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થતો જાય. વાહન ધીરે ચલાવવું.

વૃષભ : દિવસ દરમ્યાન કૌટુંબિક પારિવારીક કામમાં, અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ થાય.

મિથુન : આપના અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકુળતા રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.

કર્ક : બપોર સુધી માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. ત્યારબાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય. કામમાં વ્યસ્ત રહો.

સિંહ : દિવસનો પ્રારંભ આપના માટે સાનુકુળ રહે. કામ ઉકેલાય પરંતુ બપોર પછીનો સમય પ્રતિકૂળતાવાળો જણાય. ખર્ચ જણાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે ઘર પરિવાર મિત્રવર્ગ સગા સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. બપોર પછી રાહત થતી જાય.

તુલા : આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. મિલન મુલાકાત થાય. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.

વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. દિવસ પસાર થતો જાય તેમ તેમાં ઘટાડો થતો જાય.

ધન : સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં દોડધામ વ્યસ્તતા શ્રમ જણાય. બપોર પછી તબીયતની અસ્વસ્થતા જેવું જણાય.

મકર : સાસરીપક્ષ - મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ-ખર્ચ વ્યસ્તતા રહે. દિવસ પસાર થાય તેમ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કુંભ : સંતાનના પ્રશ્ને રાહત રહે. વાણીની મીઠાશ રાખવી પડે. દિવસ પસાર થાય તેમ ખર્ચ-ખરીદી જણાતાં નાણાંભીડ રહે.

મીન : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગથી થાય. માતૃપક્ષની ચિંતા જણાય. દિવસ પસાર થાય તેમ ચિંતા-પરેશાની દુર થતાં જાય.

આ સમાચાર શેર કરો