મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

 મિથુન અને કુંભ રાશિના લોકોને  મળી શકે છે સારી તકો, જાણો તમારું 07 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલીના લીધે ઉચાટ-ઉદ્વેગ જણાય. વૃષભ : આપના યશ

 મિથુન અને કુંભ રાશિના લોકોને  મળી શકે છે સારી તકો, જાણો તમારું 07 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલીના લીધે ઉચાટ-ઉદ્વેગ જણાય.

વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સહકાર્યકર વર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર રહે.

મિથુન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ થાય.

કર્ક : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ થાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

સિંહ : નોકરી-ધંધામાં નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે ધ્યાન રાખવું. સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે.

કન્યા : આપના કાર્યમાં ધીર-ધીરે સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

તુલા : નોકરી-ધંધાનાા કામકાજની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

વૃશ્ચિક : આપના કામકાજમાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હૃદય-મન આનંદ-ઉત્સાહમાં રહે.

ધન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજમાં ધ્યાન રાખવું. નાંણાકીય નુકસાની સંભાળવું.

મકર : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : આપને પ્રારંભમાં પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં હરિફાઈનો સાનો કરવો પડે. ખર્ચ જણાય.

મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

આ સમાચાર શેર કરો