આ પાંચ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, જાણો તમારું તા. 24 જૂન, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મિત્ર વર્ગનો સાથ મળી રહે. વૃષભ

મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મિત્ર વર્ગનો સાથ મળી રહે.
વૃષભ : જેમ દિવસ પસાર થાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થયા કરે. તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કર્ક : આપના કાર્યનો ઉકેલ આવવાથી આપને રાહત રહે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે. રાજકીય-સરકારી કામકાજ થાય.
સિંહ : સામાજિક-વ્યવહારિક કામમાં દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. કોર્ટ-કચેરીના કામમાં પ્રારંભિક મુશ્કેલી બાદ સરળતા મળી રહે.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય.
તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
ધન : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઈ શકે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
મકર : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. અગત્યના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં આપની દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા-સરળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.








