મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો તમારું તા. 7 મે 2024નું રાશિફળ

મેષ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. વૃષભ : આપના કામકાજ

મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો તમારું તા. 7 મે 2024નું રાશિફળ

મેષ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.

વૃષભ : આપના કામકાજમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મિથુન : ધીમે-ધીમે આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનની ચિંતા દૂર થાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપને કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ-શ્રમ- થાક અનુભવાય.

સિંહ : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત માટે ખર્ચ જણાય.

કન્યા : સામાજિક-વ્યવહારિક કામમાં સાથે સાચવવું પડે. દોડધામ-શ્રમના લીધે તબિયતની અસ્વસ્થતા જણાય.

તુલા : આપના કાર્યની સાથે રાજકીય સરકારે કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.

વૃશ્રિક : આપના કાર્યમાં વ્યસ્તતા-દોડધામ રહે. સીઝન-ધંધામાં આકસ્મિક-ઘરાકી આવે જવાથી લાભ-ફાયદો થાય.

ધન : વાણીની મીઠાશથી આપના કાર્યમાં સરળતા-સાનુકૂળતા મળે રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ ઓછા થાય.

મકર : નોકરે-ધંધાના કામમાં આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.

કુંભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત આયોજન ગોઠવાય. આનંદ રહે.

મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક, સામાજિક- વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું ખર્ચ જણાય.

આ સમાચાર શેર કરો