મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કર્ક અને મકર રાશિના જાતકોને કામમાં સરળતા જણાય, જાણો તમારું 11 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય 

મેષ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં રાહત થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ધર્મકાર્ય શુભકાર્ય થા

કર્ક અને મકર રાશિના જાતકોને કામમાં સરળતા જણાય, જાણો તમારું 11 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય 

મેષ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં રાહત થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ધર્મકાર્ય શુભકાર્ય થાય.

વૃષભ : ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહે અને નોકરી ધંધો જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે. કામમાં પ્રતિકૂળ રહે.

મિથુન : અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતા આપને રાહત જણાય. મિલન-મુલાકાતથી આનંદ રહે.

કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ લાવી શકો.

સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. જૂના સજ્જન-સ્નેહિ, મિત્રવર્ગની સાથે આકસ્મિક મુલાકાત થાય.

કન્યા : કોર્ટ કચેરીના કામમાં તકલીફ જણાય. આપના ગણત્રી ધારણા પ્રમાણેનાં કામ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવાય.

તુલા : આપના કાર્યનો ઉકેલ આવતા આપને રાહત થતી જાય. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : દિવસ દરમ્યાન ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન વાહનના કામ થાય.

ધન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેન મિલન-મુલાકાત થઇ શકે. ધર્મકાર્ય થાય.

મકર : વધુ પડતી દોડધામ શ્રમ તણાવના લીધે થાક કંટાળો અનુભવો. નાણાકીય જવાબદારીવાળા કામમાં આજે સાવધાની રાખવી પડે.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપને દોડધામ વ્યસ્તતા રહે. રાજકીય સરકારી કામ થઇ શકે.

મીન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. સાસરીપક્ષ મોસાળપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. વાહન ધીરે ચલાવવું.

આ સમાચાર શેર કરો