મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો કઈ રાશિ માટે દિવસ રહેશે શુભ અને કોણે રહેવું સાવધાન, 16 ઓગસ્ટ 2026, રવિવારનું રાશિફળ

મેષ રાશિ આરોગ્ય સંબંધિત સમસ્યા થોડી પરેશાન કર

જાણો કઈ રાશિ માટે દિવસ રહેશે શુભ અને કોણે રહેવું સાવધાન, 16 ઓગસ્ટ 2026, રવિવારનું રાશિફળ
આ સમાચાર સાંભળો

મેષ રાશિ

આરોગ્ય સંબંધિત સમસ્યા થોડી પરેશાન કરી શકે છે. પ્રેમ અને સંતાનની સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓ માટે સ્થિતિ સારી છે. જ્ઞાનની પ્રાપ્તિ થશે અને વડીલોના આશીર્વાદ મળશે. આ એક સારો સમય કહી શકાય. સૂર્યદેવને જળ અર્પિત કરવું શુભ રહેશે.

વૃષભ રાશિ

ભાવુક થઈને કોઈ નિર્ણય ન લેવો, લખવા-વાંચવામાં સમય વિતાવો. સ્વાસ્થ્ય ઠીક-ઠાક રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ થોડી મધ્યમ રહેશે, પરંતુ વેપાર સારો રહેશે. ગણેશજીને પ્રણામ કરવા શુભ રહેશે.

મિથુન રાશિ

જમીન, મકાન કે વાહન ખરીદવાના પ્રબળ યોગ બનશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ, સંતાન અને વેપારની સ્થિતિ ખૂબ જ ઉત્તમ રહેશે. મહાકાળી માતાજીને પ્રણામ કરવા શુભ રહેશે.

કર્ક રાશિ

વ્યાવસાયિક સફળતા મળશે અને પોતાના સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ અને સંતાનની બાબતમાં થોડું અંતર જોવા મળી શકે છે, પરંતુ વેપાર ખૂબ જ ઉત્તમ રહેશે. લાલ રંગની વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.

સિંહ રાશિ

ધનલાભ થશે અને પરિવારમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ થોડી મધ્યમ રહેશે, જ્યારે વેપાર સારો રહેશે. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.

કન્યા રાશિ

આકર્ષણમાં વધારો થશે અને તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો. સ્વાસ્થ્ય ઠીક-ઠાક રહેશે. પ્રેમ, સંતાન અને વેપાર ખૂબ જ સારા રહેશે. જરૂરિયાત મુજબ વસ્તુઓ જીવનમાં ઉપલબ્ધ થશે. સમાજમાં તમારું કદ અને માન-સન્માન વધશે. મહાકાળી માતાજીને પ્રણામ કરવા શુભ રહેશે.

તુલા રાશિ

ખર્ચનો અતિરેક મનને પરેશાન કરશે. માથાનો દુખાવો કે આંખની પીડા શક્ય છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ થોડી મધ્યમ રહેશે, પરંતુ વેપાર સારો રહેશે. મહાકાળી માતાજીને પ્રણામ કરવા શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ

આવકના નવા નવા માર્ગો બનશે અને જૂના સ્ત્રોતોથી પણ પૈસા આવશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સુધરશે. પ્રેમ, સંતાન અને વેપારની સ્થિતિ ખૂબ જ સારી રહેશે. મુસાફરીના યોગ બનશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. મહાકાળી માતાજીને પ્રણામ કરવા શુભ રહેશે.

ધન રાશિ

કોર્ટ-કચેરીના મામલામાં વિજય મળશે અને વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉકેલાઈ જશે. પ્રેમ, સંતાન અને વેપારની સ્થિતિ ખૂબ જ સારી રહેશે. હનુમાનજી (બજરંગબલી)ને પ્રણામ કરવા શુભ રહેશે.

મકર રાશિ

ભાગ્ય સાથ આપશે, પ્રવાસના યોગ બનશે અને ધર્મ-કર્મમાં રસ લેશો. સ્વાસ્થ્ય, પ્રેમ અને વેપાર ખૂબ જ ઉત્તમ રહેશે. શુભ સંકેતો દેખાઈ રહ્યા છે અને સારા દિવસોની શરૂઆત થતી જણાશે. સફેદ વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.

કુંભ રાશિ

ઈજા કે અકસ્માત થઈ શકે છે અથવા કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે, તેથી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. પ્રેમ અને સંતાનની સ્થિતિ થોડી મધ્યમ છે, પરંતુ વેપાર ખૂબ સારો રહેશે. સફેદ વસ્તુનું દાન કરવું શુભ રહેશે.

મીન રાશિ

લગ્ન નક્કી થઈ શકે છે, જીવનસાથીનો સહયોગ મળશે અને પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પ્રેમ અને સંતાનનો સાથ મળશે અને વેપાર ખૂબ સારો રહેશે. ગણેશજીને પ્રણામ કરવા શુભ રહેશે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો