જાણો આજનું તારીખ : 18 એપ્રિલ 2024, ગુરુવારનું રાશિ ભવિષ્ય
મેષ : આપના રૂકાવટ- વિલંબમાં પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ- ફાયદો મળી રહે.

મેષ : આપના રૂકાવટ- વિલંબમાં પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ- ફાયદો મળી રહે.
વૃષભ : આપના કામમાં રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ રહે.
મિથુન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.
કર્ક : આપના કામમાં સાનુકૂળતા જણાય, સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
સિંહ : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. વિચારોની દ્વિધા- અસમંજસતા જણાય.
કન્યા : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. નાણાંકીય લેવડદેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કાર્યમાં સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન- મકાન- વાહનના કામમાં સાનુકૂળતા રહે.
ધન : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થાય.
મકર : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો વાદ- વિવાદ ગેરસમજથી સંભાળવું પડે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સાનુકૂળતા જણાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જાય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય.







