મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કુંભ અને મીન રાશિના લોકો માટે દિવસ સુખ-સમૃદ્ધિથી ભરેલો રહેશે, જાણો આજનું 1 જુલાઈ 2024નું રાશિ ફળ 

આજનું નક્ષત્ર:- ભરણી ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ આયુર્વેદિક વૈદ્ય નવી ઔષધનું નિર્માણ કરી શક

કુંભ અને મીન રાશિના લોકો માટે દિવસ સુખ-સમૃદ્ધિથી ભરેલો રહેશે, જાણો આજનું 1 જુલાઈ 2024નું રાશિ ફળ 

આજનું નક્ષત્ર:- ભરણી

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
આયુર્વેદિક વૈદ્ય નવી ઔષધનું નિર્માણ કરી શકે છે.
વ્યાપાર માટે મુસાફરી પર જવાનું થઈ શકે છે. 
વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમારો દિવસ ઉત્સાહપૂર્વક વીતશે. 

વૃષભ રાશિઃ
જ્યોતિષ વાસ્તુ જેવા વિષયમાં રુચિ આવશે. 
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો. 
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે આવકના અનેક નવા માર્ગ મળશે. 

મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 
પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
મિત્રોનો સાથ સહકાર મળશે.
પરિવાર સાથે સમય વીતશે. 

કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

સિંહ રાશિઃ 
મિત્રોનો સાથ-સહકાર મળશે. 
વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

કન્યા રાશિઃ 
દૂધના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે. 

તુલા રાશિઃ
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
પિતાનો સાથ સહકાર મળશે. 
વાહન ચલાવતા સાચવવું. 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે. 

વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

ધન રાશિઃ 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
સ્ત્રીવર્ગ તરફથી મદદ મળી રહેશે ખાણીપીણીને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

મકર રાશિઃ 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
સ્વાસ્થ્યની કાળજી લેવી.
નવા ઘરની ખરીદી થઈ શકે છે. 

કુંભ રાશિઃ 
આપેલા નાણાં પરત મળી આવશે. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
ભાગ્યનો સાથ-સહકાર મળશે. 

મીન રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
કમ્યુનિકેશનનું કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે

આ સમાચાર શેર કરો