મિથુન રાશિના જાતકોને અટવાયેલા કામ ઉકેલાય, જાણો 10/12/2024, મંગળવારનું રાશિફળ
મેષ : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું પડ

મેષ : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું પડે.
વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું અનુભવાય. તબીયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
આ પણ વાંચો : નવા વર્ષ પર કાળા ઘોડાની નાળનો આ અચૂક ઉપાય કરો, આખું વર્ષ ખુશીઓથી ભરેલું રહેશે
કન્યા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રના કામકાજ અંગે વ્યસ્તતા રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
તુલા : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો જણાય.
વૃશ્ચિક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં રાહત અનુભવાય.
ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેથી કાર્યરચનાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. કામ કરવાનો ઉત્સાહ રહે.
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે.








