મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન રાશિના જાતકોને કાર્યમાં સાનુકુળતા, જાણો 06 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત શાંતિનો અનુભવ થાય. આપના કાર્યની કદર-પ્રશંસાથી આનંદ અનુભવો. વૃષભ : આપે વાહ

મિથુન રાશિના જાતકોને કાર્યમાં સાનુકુળતા, જાણો 06 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત શાંતિનો અનુભવ થાય. આપના કાર્યની કદર-પ્રશંસાથી આનંદ અનુભવો.

વૃષભ : આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે. આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

આ પણ વાંચો : ખૂબ જ ચમત્કારિ હોય છે કપૂરનું ઝાડ, તેને ઘરમાં લગાવવાથી દૂર થશે પૈસાની તંગી

મિથુન : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.

કર્ક : રાજકીય સરકારી કામકાજ અંગે આપને દોડધામ શ્રમ ખર્ચ જણાય. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.


સિંહ : જેમ દિવસ પસાર થાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાનથી હર્ષ લાભ રહે.

કન્યા : આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું.

તુલા : આપને અડોશ-પડોશ, સગા-સંબંધીવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહેતાં રાહત રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

ધન : દિવસ જેમ પસાર થતો જાય તેમ માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા અસમંજસતા રહ્યા કરે.

મકર : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય.

કુંભ : આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કાર્યનો ઉકેલ આવવાથી રાહત રહે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન : આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ અનુભવો.

આ સમાચાર શેર કરો