વૃષભ રાશિના જાતકોને આવકના મળશે નવા માર્ગ , જાણો તારીખ 27સપ્ટેમ્બરનું રાશિફળ
તા.૨૭-૦૯-૨૦૨૪ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- પુષ્ય ( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા ) મેષ રાશિ: કોલસાના

તા.૨૭-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- પુષ્ય
( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા )
મેષ રાશિ:
કોલસાના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પારિવારિક સુખ સારું રહેશે.
વ્યાપાર માટે લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વૃષભ રાશિ:
આવકના અનેક નવા માર્ગ મળશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે
ક્રોધ પર નિયંત્રણ રાખજો.
મિથુન રાશિ:
કાર્યસ્થળ પર મન લાગેલુ રહેશે.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
તમારી વાણી લોકો પ્રભાવિત થશે.
કર્ક રાશિ
અતિ ભાવુકતાના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
નવા વાહનોની ખરીદી થઈ શકે છે.
સિંહ રાશિ:
યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
કન્યા રાશિ:
કરતાં લોકોને વિશેષ ધ્યાન લાભ થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
તુલા રાશિ:
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચ થશે.
ઊંઘ પર અસર થઈ શકે છે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ:
સ્ટેશનરી વસ્તુના વ્યાપારી ને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
નોકરીની નવી તક પ્રાપ્ત થઇ શકે છે.
ધન રાશિ:
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જ્વેલરીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મિત્રોનો સાથ-સહકાર મળશે.
મકર રાશિ:
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
સ્ત્રી વર્ગ તરફ થી મદદ મળી રહેશે.
કુંભ રાશિ:
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
હૃદયરોગ ને લગતી બીમારી થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વાહન ચલાવતા સાચવવું.
મીન રાશિ:
તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધો સાચવે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
વાસ્તુ જેવા વિષયમાં રુચિ આવશે.








