મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કન્યા રાશિના જાતકોને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી થશે, જાણો તા.12/08/2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કન્યા રાશિના જાતકોને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી થશે, જાણો તા.12/08/2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃષભ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.

મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પુખ્ત ઉંમરના સંતાન આપને મદદરૂપ થાય.

    કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં મુશ્કેલી રહે.

સિંહ : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

કન્યા : આપના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામ થાય.

તુલા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા મળી રહે. હર્ષ લાભ રહે.

વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેના કામ ન થવાને લીધે ઉચાટ ઉદ્વેગ અનુભવાય. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા સરળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ આવવાથી દોડધામ શ્રમમાં ઘટાડો થાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્ર વર્ગનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે.

કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા રહે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

આ સમાચાર શેર કરો