મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃશ્ચિક, ધનુ અને મકર રાશિના લોકોના ખર્ચ પર નિયંત્રણ રાખો, જાણો 05 મે 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- ઉત્તર ભાદ્રપદ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃકાર્ય સ્થળ પર વિશેષ મન-સન્માનની પ્રાપ્તિ

વૃશ્ચિક, ધનુ અને મકર રાશિના લોકોના ખર્ચ પર નિયંત્રણ રાખો, જાણો 05 મે 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- ઉત્તર ભાદ્રપદ 

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ મન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. 
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 
આવકના માર્ગમાં વધારો થશે.
તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.

વૃષભ રાશિઃ 
વિદેશ સંબંધિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખજો.

મિથુન રાશિઃ 
કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પેહલા યોગ્ય માર્ગદર્શન લેવું. 
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
મજૂર વર્ગના લોકોથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. 

કર્ક રાશિઃ
સ્ત્રી વર્ગને લાગતી વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વ્યાપાર માટે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 

સિંહ રાશિઃ 
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
વિદેશથી આવકના નવા સ્રોત મળી આવશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
 
કન્યા રાશિઃ 
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મનગતિ કરશે.
મિત્રોનો સાથ સહકાર મળશે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

તુલા રાશિઃ 
વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 
આપેલા નાણાં પરત મળી આવશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃશ્ચિક રાશિઃ 
જમીનની ખરીદી થઈ શકે છે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

ધન રાશિઃ 
રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. 
પાચનને લગતા રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 

મકર રાશિઃ 
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો. 
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતાં લોકોને વધારે મહેનત કરવી પડશે.
પારિવારિક સુખ સારું રહેશે.
વાહન ચલાવતા સાચવવું. 

કુંભ રાશિઃ 
તમે તમારી મહેનતી દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત કરશો.
પારિવારિક યાત્રા પર જવાનું થઈ શકે છે. 
મિત્રો નો સાથ સહકાર મળશે. 
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી. 

મીન રાશિઃ 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો