તુલા રાશિના જાતકોને વ્યાપાર ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, જાણો તા.04-07-2024નું રાશિફળ
આજનું નક્ષત્ર:- મૃગશિરા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ મેડિકલ ક્ષેત્રમાં રીસર્ચ કરતા

આજનું નક્ષત્ર:- મૃગશિરા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં રીસર્ચ કરતાં વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
નવી પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
વૃષભ રાશિઃ
નાણાકીય ખર્ચનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે સમય વીતશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
વાણીથી તમે લોકોને પ્રભાવિત કરશો.
મિથુન રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
કર્ક રાશિઃ
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
સિંહ રાશિઃ
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
કન્યા રાશિઃ
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
જ્વેલરીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
તુલા રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વ્યાપારી વર્ગને વ્યાપાર ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃશ્ચિક રાશિઃ
જમીનની ખરીદી થઈ શકે છે.
હૃદયની બીમારી વાળા દરદી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
પારિવારિક સુખ સારું રહેશે.
ધન રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
સંતાન સાથે સમય વીતશે.
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કુંભ રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મીન રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો.
અતિ માનસિક વિચારના કારણે ઉપર અસર થઈ શકે છે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો








