મીન રાશિના જાતકોને અટકેલા કામનો ઉકેલ આવે, જાણો તા. 25 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉચાટ-ઉદ્વેગ રહે

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃષભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક-સામાજિક-વ્યવહારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આવક જણાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાનુકૂળતા મળી રહે.
સિંહ : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને રૂકાવટ-મુશ્કેલી જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી.
કન્યા : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
તુલા : દિવસ દરમ્યાન ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત રહે.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું જણાય. તબીયતની અસ્વસ્થતા અનુભવો. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મકર : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો. આનંદ રહે.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
મીન : આપના રૂકાવટ-વિલંબમમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા અનુભવાય.








