માતા લક્ષ્મી મેષ અને વૃષભ રાશિના લોકો પર મહેરબાન રહેશે, જાણો તા. 10 મે 2024નું રાશિફળ
આજનું નક્ષત્ર:- રોહિણી ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) નોંધ:- આજે અક્ષય તૃતીયા અને ગજકેસરી યોગ નો અદભુત સંયોગ

આજનું નક્ષત્ર:- રોહિણી
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
નોંધ:- આજે અક્ષય તૃતીયા અને ગજકેસરી યોગ નો અદભુત સંયોગ છે. આજે કરેલું કોઈ પણ દાન અને ધાર્મિક કાર્યનું ફળ અક્ષય થઇ જાય છે, આજે માતંગી જયંતી પણ છે, લક્ષ્મી પ્રાપ્તિ હેતુ શ્રી સુક્તમ, કનકધારા સ્તોત્રમનો પાઠ કરી શકો છો, જવનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
મેષ રાશિઃ
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મિથુન રાશિઃ
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
સ્ત્રીઓને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કર્ક રાશિઃ
પ્રવાહી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વ્યાપાર માટે મહત્ત્વના નિર્ણય યોગ્ય માર્ગદર્શન લઈને કરવા.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવાનું.
સાધુ સંતનો સંગ પ્રાપ્ત થઈ શકે છે.
કન્યા રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસમાં આયોજન થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા રાશિઃ
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે વાસ્તુ અને જ્યોતિષમાં રુચિ આવશે.
શત્રુથી સાવધાન રહેવું.
ત્વચા જન્ય રોગ થયું શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ સંબંધિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
રીસર્ચ કરતા વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલો રહેશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
મકર રાશિઃ
મકાન કે જમીનની ખરીદી થઈ શકે છે.
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
સંચિત ધનથી લાભ થઈ શકે છે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
નાના ભાઈ-બહેનનો સાથ સહકાર મળશે.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
મીન રાશિઃ
તમારી પ્રભાવશાળી વાણીથી તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
અક્ષય તૃતિયાના શુભ ચોઘડિયા
લાભ - સવારે 07.48થી 09.26
અમૃત - સવારે 09.26થી 11.05
શુભ - બપોરે 12.43થી 02.22
ચલ - સાંજે 05.39થી 07.17
લાભ - રાતે 10.00થી 11.22
શુભ - રાતે 12.43થી 02.05
અમૃત - રાતે 02.05થી 03.26
ચલ - રાતે 03.26થી 04.47








