મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ અને સિંહ રાશિના લોકો માટે દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, જાણો તા. 09 મે 2024નું અન્ય જાતકોનું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- કૃતિકા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃકાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે

વૃષભ અને સિંહ રાશિના લોકો માટે દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, જાણો તા. 09 મે 2024નું અન્ય જાતકોનું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર:- કૃતિકા 

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
આવકના પ્રમાણમાં વધારો થશે.
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિથી લોકો આકર્ષિત થશે.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
મિત્રો સાથે વૈચારિક થઈ શકે છે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 

મિથુન રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે. 
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવ ની  સ્થિતિ રહેશે.
મિત્રોનો સાથ સહકાર મળશે. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કર્ક રાશિઃ 
કાર્ય સ્થળ પર સ્ત્રી વર્ગની મદદથી મળી રહેશે. 
દૂધની વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
પેટજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. 
પારિવારિક સુખ સારું રહેશે.

સિંહ રાશિઃ 
કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે.
વાહન ચલાવતા સાચવવું. 
ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો.
પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
 
કન્યા રાશિઃ 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થશે. 
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.

તુલા રાશિઃ 
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સાધુ સંતોનો સંગ પ્રાપ્ત થઈ શકે છે.
આધ્યાત્મિક પુસ્તકના વાંચનમાં રુચિ આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન  લાગેલું રહેશે. 
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
જમીનને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 

ધન રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
સંતાન સાથે સમય વીતશે. 
મહેનતનું પરિણામ આવવામાં વિલંબ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત થઈ શકે છે.

મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ  શેરમાં રોકાણ કરી શકો છો. 
પારિવારિક સુખ સારું રહેશે. 
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 

કુંભ રાશિઃ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમે તમારી મહેનતથી સફળતા પ્રાપ્ત કરશો. 

મીન રાશિઃ 
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
સર્જક નવી કૃતિ નું નિર્માણ કરી શકે છે. 
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
નાણાકીય ઋણનું પ્રમાણ વધી શકે છે.

આ સમાચાર શેર કરો