મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Bhai Dooj 2024: ભાઈબીજ પર તિલક કરવા માત્ર મળશે આટલો જ સમય, જાણો શુભ મુહૂર્ત

પંચાંગ પ્રમાણે ભાઈબીજનો તહેવાર 3જી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ

Bhai Dooj 2024: ભાઈબીજ પર તિલક કરવા માત્ર મળશે આટલો જ સમય, જાણો શુભ મુહૂર્ત

પંચાંગ પ્રમાણે ભાઈબીજનો તહેવાર 3જી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે અને યમરાજ પૂજા કરે છે. આ દિવસનું સનાતનમાં વિશેષ મહત્ત્વ છે. ભાઈબીજના  તહેવારને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના લલાટ પર તિલક લગાવે છે, અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

તિલક કરવાનો શુભ સમય 2 કલાક 12 મિનિટ સુધી રહેશે

પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની બીજ તિથિ 3 નવેમ્બરે રાત્રે 10:01 કલાકે સમાપ્ત થશે. આ દિવસે ભાઈઓને તિલક લગાવવાનો શુભ સમય બપોરે 1:10 થી 3:22 સુધીનો રહેશે. એટલે કે તિલક કરવાનો શુભ સમય 2 કલાક 12 મિનિટ સુધી રહેશે. 

આ પણ વાંચો: Diwali 2024: ભાઈબીજ પર તિલક કરતી વખતે ભાઈનું મોઢું આ દિશામાં હોવું જોઈએ

  ભાઈબીજ પર ભાઈની આરતી કરતી વખતે બહેને થાળીમાં સિંદૂર, ફૂલ, ચોખાના દાણા, સોપારી, ચાંદીનો સિક્કો, નારિયેળ, ફૂલની માળા, મીઠાઈઓ,  કેળા રાખવા જોઈએ. આ બધી વસ્તુઓ વિના ભાઈ બીજનો તહેવાર અધૂરો માનવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો