મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મેષ રાશિના જાતકોને કામમાં સાનુકૂળતા, વાંચો તમારું 17 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળત

મેષ રાશિના જાતકોને કામમાં સાનુકૂળતા, વાંચો તમારું 17 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

વૃષભ : આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે.

મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપને દોડધામ-શ્રમ જણાય.

કર્ક : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવા. માતૃપક્ષે ચિંતા-ઉચાટ રહે.

સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

કન્યા : આપના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ જણાય.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થઈ શકે.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગને સાથ-સહકાર રહે.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

આ સમાચાર શેર કરો