મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ચોમાસામાં રાખો વાસ્તુના આ નિયમો, તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં થઈ હતી, જેને લોકો આજ સુધી અ

ચોમાસામાં રાખો વાસ્તુના આ નિયમો, તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં થઈ હતી, જેને લોકો આજ સુધી અનુસરતા આવ્યા છે, એવું કહેવાય છે કે જો તમે તમારા જીવનમાં નિયમિતપણે વાસ્તુના નિયમોનું પાલન કરશો તો તમારું જીવન સુખી બને છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ પણ આવશે. જો તમે આની વિરુદ્ધ જાઓ છો અથવા વાસ્તુનું યોગ્ય રીતે પાલન નથી કરતા તો તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવી સ્થિતિમાં આજે જાણીશું કે વર્તમાન ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન આપણે આપણા ઘરમાં ખાસ કરીને વાસ્તુના કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.

આ દિશાઓની બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે વરસાદ પડતો હોય અથવા ખાસ કરીને જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ હોય તો તે દરમિયાન તમારે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશાની તમામ બારી અને દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, આ કરવાથી તમારા ઘરમાં ખૂબ ભેજ હશે.

આ દિશામાં કોઈ લીકેજ ન હોવી જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ચોમાસામાં ઘરમાં લીકેજ થકી પાણી અથવા ગંદકીનો પ્રવેશ તમારા જીવનમાં સમસ્યાઓ લાવે છે, ખાસ કરીને ધ્યાન રાખો કે ઘરના દક્ષિણ ખૂણા કે દિશામાં કોઈ પણ પ્રકારનો લીકેજ ન હોવી જોઈએ.

રૂમ ફ્રેશનર

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ચોમાસા દરમિયાન ઘરમાં વારંવાર ફેલાતી વિચિત્ર ગંધ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે, તેથી હંમેશા રૂમ ફ્રેશનર અથવા સુગંધિત ફૂલોનો ઉપયોગ કરીને તમારા ઘરમાં સારી સુગંધ જાળવી રાખો.

આ રંગો ઘર માટે શુભ રહેશે

જો તમે ચોમાસા દરમિયાન તમારા ઘરનો રંગ બદલવાનું વિચારી રહ્યા છો, તો ખાસ કરીને પીળો, લીલો અથવા નારંગી જેવા તેજસ્વી રંગો પસંદ કરો, આ રંગો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ખુશનુમા વાતાવરણ આપે છે.

ગંદા પાણીને એકઠું ન થવા દો

વાસ્તુના નિયમો અનુસાર, તમારે તમારા ઘરમાં અથવા ધાબા પર અથવા ઘરની આસપાસ ક્યારેય ગંદુ પાણી જમા ન થવા દેવું જોઈએ, કારણ કે તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, તેથી સમય-સમય પર તમારા ઘરની આસપાસની ગટરોની સાફ રો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો