Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : In the same day, the black Dibang Vandla will be covered! Big predictions of astrologers for 2027

દિવસમાં જ છવાઈ જશે કાળો ડિબાંગ વાંદળો! 2027 માટે જ્યોતિષીઓની મોટી ભવિષ્યવાણી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
દિવસમાં જ છવાઈ જશે કાળો ડિબાંગ વાંદળો! 2027 માટે જ્યોતિષીઓની મોટી ભવિષ્યવાણી
સોર્સ : gstv

છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વમાં આર્થિક અને સામાજિક અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 માં કોરોના લોકડાઉન, 2021 માં બીજી લહેર, 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ, 2023 માં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ, 2024 માં વિવિધ દેશોની ચૂંટણીઓ તથા ભૂકંપ, 2025 માં મહાકુંભ અને ઓપરેશન સિંદૂર જેવી ઘટનાઓ અને 2026 માં હોર્મુઝ સંકટ તેમજ મધ્ય પૂર્વના યુદ્ધે દુનિયાને હચમચાવી મુકી છે. આ સતત બદલાતા સંજોગો વચ્ચે જ્યોતિષીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2027 વિશ્વ માટે એક મોટો 'ટર્નિંગ પોઇન્ટ' સાબિત થશે.

App Store

સામાન્ય જનતા પર વધતું આર્થિક દબાણ અને મોંઘવારી

મહામારી અને વૈશ્વિક યુદ્ધોના કારણે મધ્યમ વર્ગ હાલમાં મોંઘવારી, બેરોજગારી અને અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક તણાવ વધવાને કારણે અનેક દેશોમાં હિંસા અને સત્તાપરિવર્તન જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે, જે સામાન્ય લોકોની ચિંતાઓમાં વધારો કરે છે.

વૈશ્વિક ટેન્શન, નવી બીમારી અને રાજકીય ફેરફારો

ઇઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નિષ્ણાતોનો દાવો છે કે 2026ના અંત સુધીમાં અને 2027ની શરૂઆતમાં મોટા દેશો વચ્ચે સીધો સંઘર્ષ થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક રિપોર્ટ્સમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ નવી અને વધુ જોખમી બીમારી પણ ફેલાઈ શકે છે.

21મી સદીનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ

2 ઓગસ્ટ 2027 ના રોજ એક અત્યંત દુર્લભ ખગોળીય ઘટના આકાર લેશે. આ દિવસે ૨૧મી સદીનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ થશે, જેમાં દિવસ દરમિયાન જ અંધારું છવાઈ જશે. આ ગ્રહણ કેટલાક સ્થળોએ આશરે 6 મિનિટ 23 સેકન્ડ સુધી દેખાશે. 1991 થી 2114 ની સદી વચ્ચેનું આ પૃથ્વી પરથી દેખાનારું સૌથી લાંબુ સૂર્યગ્રહણ માનવામાં આવે છે, અને આના જેવું ગ્રહણ જોવા માટે હવે આગામી 100 વર્ષ સુધી રાહ જોવી પડશે.

નાસિક ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભ મેળાનો મહાસંયોગ

પ્રયાગરાજ મહાકુંભ બાદ હવે પછીનો કુંભ મેળો 2027માં મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વરમાં આયોજિત થશે. આ સિંહસ્થ કુંભ મેળો 17 જુલાઈ 2027 થી 17 ઓગસ્ટ 2027 સુધી એટલે કે પૂરા 32 દિવસ સુધી ચાલશે, જેમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે પહોંચશે.

શનિ ગોચરની અસર અને ભારત-પાક સંઘર્ષની આશંકા

જ્યોતિષીય ગણતરી મુજબ, 3 જૂન 2027 ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 20 ઓક્ટોબરે વક્રી થઈને ફરી મીન રાશિમાં લોટશે. શનિના આ ભ્રમણ દરમિયાન પ્રાદેશિક તણાવ વધવાની શક્યતા છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી શકે છે અને કોઈ મોટા સૈન્ય સંઘર્ષની આશંકા રહેલી છે. જોકે, આ સ્થિતિમાં પણ ભારતની સૈન્ય તાકાત મજબૂત રહેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સ્થિતિ વધુ મજબૂત બનશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News