મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ઘરમાં વારંવાર ઝઘડો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહીં થાય સંબંધોમાં વિવાદ

ઘણી વખત કોઈ પણ કારણ વિના ઘરમાં તણાવ અને વિવાદ વધવા લાગે છે. આવું ઘરમાં નકારાત્મક ઉર્જા આ

ઘરમાં વારંવાર ઝઘડો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહીં થાય સંબંધોમાં વિવાદ

ઘણી વખત કોઈ પણ કારણ વિના ઘરમાં તણાવ અને વિવાદ વધવા લાગે છે. આવું ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાના કારણે થઈ શકે છે. નકારાત્મક ઉર્જાના કારણે નાની નાની બાબતો પર વિવાદ થાય છે. ઉલ્લેખનીય છે કે, વાસ્તુશાસ્ત્રમાં દરેક સમસ્યા અને નિયમો બતાવવામાં આવ્યા છે. ઘણી વખત આપણે નાની-નાની વાતો પર ધ્યાન નથી આપતા અને જાણતા-અજાણતા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. જેના કારણે આપણાં જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર કેવી રીતે સકારાત્મક ઉર્જા વધારી શકાય છે.

ઘરનો મુખ્ય દરવાજો

ઘરનો મુખ્ય દરવાજો એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાં ઊર્જાનો પ્રવાહ મુખ્ય હોય. તેથી દરવાજો હંમેશા એવી રીતે ખોલવો જોઈએ કે દરવાજાની નજીકની ગેલેરીમાં અંધારું ન રહે.  પ્રકાશ અને હવાનો પ્રવાહ સરળ હોવો જોઈએ. વાસ્તુ અનુસાર જે ઘરના દરવાજા સંપૂર્ણ રીતે ખુલતા નથી, ત્યાં રહેતા સભ્યોની પ્રગતિની તકો પણ મર્યાદિત હોય છે. 

તૂટેલી વસ્તુઓ

ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે નકામી કે તૂટી ગઈ હોય છે છતાં આપણે સાચવીને રાખતા હોઈએ છીએ. આપણી આ જ આદત વાસ્તુ સંબંધી દોષનું નિર્માણ કરે છે. તેથી જો તમારા ઘરમાં આવી કોઈ વસ્તુઓ પડી હોય તો તેને તરત જ દૂર કરો. તૂટેલી અને નકામી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા વધે છે જે પરિવારમાં ઝઘડાને પ્રોત્સાહન આપે છે.

સ્વચ્છતા

ઘરમાં કરોળિયાના જાળા ન બનવા દો. અઠવાડિયામાં એકવાર ઘરને સારી રીતે સાફ કરતા રહો. સપ્તાહમાં એક વખત ઘરમાં મીઠું નાખીને પોતું કરો, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. રસોડામાં કોઈપણ પ્રકારની ઉર્જા ઘરના તમામ સભ્યો પર સીધી અસર કરે છે. તેથી, રસોડું અને બાથરૂમ ક્યારેય એકબીજાની વિરુદ્ધ કે નજીક ન હોવા જોઈએ. જો તમારા રસોડા અને બાથરૂમના દરવાજા એકબીજાની સામે હોય તો જરૂર સિવાય બાથરૂમનો દરવાજો ખુલ્લો ન રાખો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો