મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તારીખ 8-10-2024, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનું નક્ષત્ર:- જ્યેષ્ઠ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ તમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા પ્રાપ

તારીખ 8-10-2024, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનું નક્ષત્ર:- જ્યેષ્ઠ

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 

તમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.  
એલર્જીક સમસ્યાના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

વૃષભ રાશિઃ 

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
મિત્રોનો સાથ સહકાર મળશે. 

મિથુન રાશિઃ 

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
પારિવારિક સુખ સારું રહેશે. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

કર્ક રાશિઃ

ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન  લાગેલું રહેશે. 
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

સિંહ રાશિઃ 

યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો. 
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે.  

કન્યા રાશિઃ 

ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
પારિવારિક સુખ સારું રહેશે. 

તુલા રાશિઃ

પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
 
વૃશ્ચિક રાશિઃ 

મિત્રોનો સાથ સહકાર મળશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચ થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
વિદેશને લગતા કાર્ય પૂર્ણ  થવામાં વિલંબ થઈ શકે છે. 

ધન રાશિ 

સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહ્યા છો.
મિત્રો તરફથી મદદ મળી રહેશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

મકર રાશિઃ 

પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
આવકના માર્ગમાં વધારો થશે. 
આપેલા નાણાં પરત મળી આવશે. 

કુંભ રાશિઃ 

ટેકનોલોજીકલ કાર્યમાં રુચિ આવશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
 આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 

મીન રાશિ 


વિદેશને લગતા કાર્ય માટે વિદેશ યાત્રા થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
નાના ભાઈ બહેન સાથે સમય વીતશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ છે.

આ સમાચાર શેર કરો