તારીખ 1-10-2024, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ?
આકનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ વ્યાપાર માટે મુસાફરી થઈ શકે

આકનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મને લાગેલું રહેશે.
યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો.
વૃષભ રાશિઃ
રિસર્ચ કરતા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
મિથુન રાશિઃ
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આપેલા નાણાં પરત મળી આવશે.
કર્ક રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
સિંહ રાશિઃ
જ્યોતિષ જેવા રહસ્યમય વિષયમાં રુચિ આવશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
મિત્રો સાથે સમય વીતશે.
કન્યા રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તુલા રાશિઃ
કોલ્ડ્રીંક્સના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસ યાત્રાનું આયોજન થઈ શકે છે.
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
વૃશ્ચિક રાશિઃ
જમીનના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ધન રાશિઃ
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
વ્યાપારી વર્ગને વ્યાપાર કાર્યમાં અવરોધ આવી શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુઓથી સાવધાન રહેવું.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
કુંભ રાશિઃ
પારિવારિક જીવનમાં તમે વ્યસ્ત રહેશો.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઇ શકે છે.
મીન રાશિઃ
ફાઇનાન્સને લગતા કાર્યમાં તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.








