મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ  23 જુલાઈ 2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોના કામકાજમાં આવશે અડચણ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. વૃષભ : આપના કામ

આજનું તારીખ  23 જુલાઈ 2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોના કામકાજમાં આવશે અડચણ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. દિવસ પસાર થતો જાય તેમ આપની વ્યસ્તતામાં વધારો થાય.

મિથુન : દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ રહે. સમય પસાર થાય તેમ આપને રાહત થતી જાય. દેશ-પરદેશના કામમાં સાનુકુળતા રહે.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ દિવસ જેમ પસાર થાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય.

સિંહ : આપના કામમાં અન્યનો સહકાર મળતા રાહત જણાય. આપના અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ રહે.

કન્યા : દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ-શ્રમમાં વધારો થતો જાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. હર્ષ લાભ રહે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભે સાનુકુળતા રહે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય.

ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.

મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કાર્યની સાથે અન્ય કામકાજમાં વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં ભૂલ ન થાય તેની તકેદારી રાખવી.

મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય. આકસ્મિક ખર્ચ-ખરીદી અનુભવાય.

આ સમાચાર શેર કરો