આજનું તારીખ 22 જુલાઈ 2024, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોને વેપારમાં થશે લાભ
મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સાગા-સંબંધી વર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સાગા-સંબંધી વર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું પડે.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. સરકારી કામ થાય.
સિંહ : આપના કાર્યમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ જણાય.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
વૃશ્ચિક : આપના કાર્ય અંગે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. ધંધામાં આવક જણાય.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો.
કુંભ : આપે કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખ થઈ જાય.
મીન : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.








