મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 14-5-2024નું રાશિફળ, હનુમાનજીની કૃપાથી વૃષભ સહિત આ ત્રણ રાશિઓને દરેક કાર્યમાં મળશે સફળતા

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. સંતાનના પ્રશ્ને ખર્ચ જણાય. વૃષભ : હૃદય-મનની વ્યગ્રતા છ

આજનું તારીખ 14-5-2024નું રાશિફળ, હનુમાનજીની કૃપાથી વૃષભ સહિત આ ત્રણ રાશિઓને દરેક કાર્યમાં મળશે સફળતા

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. સંતાનના પ્રશ્ને ખર્ચ જણાય.

વૃષભ : હૃદય-મનની વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવતા જાવ. મિત્રવર્ગની ચિંતા જણાય.

મિથુન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. આપના યશ પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે.

કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. જુની ઉઘરાણીના નાણા છૂટા થવાથી રાહત રહે.

સિંહ : રાજકીય- સરકારી કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા.

કન્યા : આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેતાં રાહત રહે. સીઝનલ ધંધામાં નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.

તુલા : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામકાજના લીધે દોડધામ- શ્રમ જણાય. જમીન મકાન વાહનના કામ થાય.

વૃશ્ચિક : આયાત-નિકાસના કામમાં દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય થવાથી આનંદ અનુભવાય.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી.

મકર : હૃદય-મનની વ્યગ્રતા-બેચેની અનુભવાય. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કામનો ઉકેલ આવે.

કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. પત્ની સાથે વાદ-વિવાદથી સંભાળવું.

મીન : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.

આ સમાચાર શેર કરો