15 જૂન 2026, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોને કામમાં અડચણો આવતી જણાય!
મેષ : આપના કામમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર

મેષ : આપના કામમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન મુલાકાત થવાથી આનંદ રહે.
વૃષભ : આપને કામકાજમાં સાનુકુળતા રહે. ધર્મકાર્ય અંગે ખર્ચ ખરીદી જણાય. સામાજિક વ્યવહારિક કામ જણાય.
મિથુન : જેમ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા ઓછી થતી જાય પરંતુ તેમ છતાં માનસિક પરિતાપ વ્યગ્રતા અનુભવો.
કર્ક : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી.
સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સરળતા થતી જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું.
તુલા : દિવસ પસાર થાય તેમ ધીમે ધીમે આપને રાહત થતી જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : જેમ દિવસ પસાર થાય તેમ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા જણાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
મકર : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કુંભ : દિવસ પસાર થાય તેમ આપના ઉચાટ- ઉદ્વેગ ઓછા થતાં જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. વાણીની સંયમતા રાખવી.
મીન : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપની ગણત્રી ઊંધી પડે.
- અગ્નિદત્ત પદમનાભ








