મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

17 ફેબ્રુઆરી 2025 સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોના થશે આકસ્મિક ધન લાભ

મેષ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. રાજકીય સરકારી કામ, ખાતાકીય કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય. વૃષભ : આપન

17 ફેબ્રુઆરી 2025 સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોના થશે આકસ્મિક ધન લાભ

મેષ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. રાજકીય સરકારી કામ, ખાતાકીય કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.

વૃષભ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

મિથુન : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. ઉચાટ-ઉદ્વેગ જણાય.

કર્ક : આયાત-નિકાસના કામમાં, દેશ પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.   સિંહ : બેંકના વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થતાં આનંદ અનુભવો. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.

તુલા : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. ધીરજ રાખવી.

વૃશ્ચિક : આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

ધન : દિવસ દરમ્યાન આપના કામકાજમાં વ્યસ્ત રહી શકો. સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ શ્રમ જણાય.

મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.

કુંભ : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી. બેચેની વ્યગ્રતા જણાય.

મીન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામમાં સરળતા જણાય

આ સમાચાર શેર કરો