VIDEO: ઘરે બેઠા મેળવો પ્રભુના આશીર્વાદ! 100 યજ્ઞ બરાબર પુણ્ય મેળવવા માટે આ મંત્રોનો કરો જાપ
અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિ (અષાઢી બીજ)થી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. આ દરમિયાન ભગવાન જગન્નાથની સાથે તેમના બહેન સુભદ્રા અને તેમના મોટા ભાઈ બલરામ પણ રથ પર સવાર થઈને પુરી ધામથી નીકળીને તેમના માસીના ઘરે ગુન્ડિચા મંદિર જાય છે. અહીં થોડા દિવસ રોકાયા બાદ તેઓ પોતાના સ્થાને પરત ફરે છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. એવી માન્યતા છે કે જે લોકો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થાય છે અને રથ ખેંચે છે, તેમને 100 યજ્ઞ કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે રથયાત્રામાં સામેલ ન થઈ શકતા હોવ, તો તમે ઘરે બેઠા જ ભગવાન જગન્નાથના મંત્રોનો જાપ કરી શકો છો. જાણો ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટેના મંત્ર અને સ્તોત્ર તેમજ પૂજા વિધિ.
ભગવાન જગન્નાથની પૂજા ઘરે કેવી રીતે કરવી?
પૂજા સ્થાનની સફાઈ: સૌથી પહેલા પૂજાના સ્થાનને સારી રીતે સાફ કરો અને ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરી લો. ત્યારબાદ ત્યાં ભગવાન જગન્નાથની પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો.
દીપ-ધૂપ: સ્થાપના કર્યા પછી ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ-અગરબત્તી કરો.
પૂજા સામગ્રી અર્પણ કરવી: હવે ભગવાનને ચંદન, રોલી (કંકુ), અક્ષત (ચોખા), પુષ્પ (ફૂલ) અને ખાસ કરીને તુલસી પત્ર (તુલસીના પાન) અર્પણ કરો.
મંત્ર જાપ: આ પછી ભગવાન જગન્નાથના મંત્રો અને સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરો.
ભોગ ધરાવવો: ત્યારબાદ ભગવાનને માલપુઆ, ઋતુગત ફળો અને ડુંગળી-લસણ વગર બનાવેલી શુદ્ધ સાત્વિક વાનગીઓનો ભોગ ધરાવો.
આરતી: પૂજાના અંતમાં ભગવાન જગન્નાથની કપૂર પ્રગટાવીને ભક્તિભાવ સાથે આરતી કરો અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.
જગન્નાથ ગાયત્રી મંત્ર
ओम जगन्नाथाय विद्महे।
महाबलाय धीमहि।
तन्नो विष्णुः प्रचोदयात्॥
ભગવાન જગન્નાથનો મૂળ મંત્ર
ओम श्री जगन्नाथाय नमः॥
श्री जगन्नाथ अष्टकम
कदाचित् कालिन्दी तट विपिन सङ्गीत तरलो
मुदाभीरी नारी वदन कमला स्वाद मधुपः
रमा शम्भु ब्रह्मामरपति गणेशार्चित पदो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥१॥
भुजे सव्ये वेणुं शिरसि शिखिपिच्छं कटितटे
दुकूलं नेत्रान्ते सहचर-कटाक्षं विदधते ।
सदा श्रीमद्-वृन्दावन-वसति-लीला-परिचयो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥२॥
महाम्भोधेस्तीरे कनक रुचिरे नील शिखरे
वसन् प्रासादान्तः सहज बलभद्रेण बलिना ।
सुभद्रा मध्यस्थः सकलसुर सेवावसरदो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥३॥
कृपा पारावारः सजल जलद श्रेणिरुचिरो
रमा वाणी रामः स्फुरद् अमल पङ्केरुहमुखः ।
सुरेन्द्रैर् आराध्यः श्रुतिगण शिखा गीत चरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥४॥
रथारूढो गच्छन् पथि मिलित भूदेव पटलैः
स्तुति प्रादुर्भावम् प्रतिपदमुपाकर्ण्य सदयः ।
दया सिन्धुर्बन्धुः सकल जगतां सिन्धु सुतया
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥५॥
परंब्रह्मापीड़ः कुवलय-दलोत्फुल्ल-नयनो
निवासी नीलाद्रौ निहित-चरणोऽनन्त-शिरसि ।
रसानन्दी राधा-सरस-वपुरालिङ्गन-सुखो
जगन्नाथः स्वामी नयन-पथगामी भवतु मे ॥६॥
न वै याचे राज्यं न च कनक माणिक्य विभवं
न याचेऽहं रम्यां सकल जन काम्यां वरवधूम् ।
सदा काले काले प्रमथ पतिना गीतचरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥
हर त्वं संसारं द्रुततरम् असारं सुरपते
हर त्वं पापानां विततिम् अपरां यादवपते ।
अहो दीनेऽनाथे निहित चरणो निश्चितमिदं
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥
जगन्नाथाष्टकं पुन्यं यः पठेत् प्रयतः शुचिः ।
सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं स गच्छति ॥
જગન્નાથ સ્તોત્ર
तस्मात्तेनैव मन्त्रेण भक्त्या कृष्णं जगद्गुरुम्। सम्पूज्य गन्धपूष्पाद्यैः प्रणिपत्य प्रसादयेत् ॥
जय कृष्ण जगन्नाथ जय सर्वाघनाशन। जय चाणूरकेशिघ्न जय कंसनिषूदन ॥
जय पद्मपलाशाक्ष जय चक्रगदाधर। जय नीलाम्बुदश्याम जय सर्वसुखप्रद ॥
जय देव जगत्पूज्य जय संसारनाशन। जय लोकपते नाथ जय वाञ्छाफलप्रद ॥
संसारसागरे घोरे निःसारे दुःखफेनिले। अहं सुरश्रेष्ठ त्राहि मां पुरषोत्तम ॥
नानारोगोर्मिकलिले मोहावर्तसुदुस्तरे। निमग्नोऽहं सुरश्रेष्ठ त्राहि मां पुरुषोत्तम ॥
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

