VIDEO: ઈમારત પર ફસાયેલા ચોરને લોકોએ નીચે ઉતારી જમાડ્યો, ઘરે જવા ટેક્સીનું ભાડું પણ આપ્યું!
સોર્સ : gstv
ચોરી કરવા માટે એક ચોર ઈમારત પર ચઢ્યો હતો, પરંતુ વચ્ચે જ ફસાઈ ગયો અને નીચે પણ ઉતરી શક્યો નહીં. આ જોઈ સ્થાનિક લોકો તેની મદદે આવ્યા અને તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો. એટલું જ નહીં, લોકોએ તેને ભોજન કરાવ્યું, ગુનાનો રસ્તો છોડીને સારા માર્ગે ચાલવાની સલાહ આપી અને ઘરે પરત જવા માટે ટેક્સીનું ભાડું પણ આપ્યું. આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

