VIDEO: પુણેમાં પેઠ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના પુણે શહેરના સોમવાર પેઠ વિસ્તારમાં ધાનગર ગલ્લીમાં આવેલી બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી રેસ્ક્યુ અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે

