આજનો દિવસ કોના માટે લાવશે રાહત અને કોના માટે પડકાર? 29 નવેમ્બર 2026, રવિવારનું રાશિફળ

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપને હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.
વૃષભ : અડોશ-પડોશના કામકાજ અંગે આપના વ્યસ્તતા જણાય. આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારીક કામ અંગે દોડધામશ્રમ રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. આનંદ રહે.
સિંહ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સીઝનલ ધંધામાં તકલીફ રહે. સાસરીપક્ષ-મોસાળપક્ષની ચિંતા અનુભવાય.
કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ રહ્યા કરે.
વૃશ્ચિક : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મકર : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મુલાકાત થઈ શકે.
કુંભ : આપના ગ્રાહકવર્ગનું આપે ધ્યાન રાખવું પડે. તેમને તોડવાના પ્રયાસ થાય. વાહન ચલાવતી વખતે ઉતાવળ કરવી નહીં.
મીન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં લાભ રહે.
અગ્નિદત્ત પદમનાભ








