મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

 22 મેં 2025, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમા રહેશે ચિંતા

મેષ : દિવસનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. કામનો ઉકેલ આવતો જાય. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ પ્રતિકૂળતા

 22 મેં 2025, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમા રહેશે ચિંતા

મેષ : દિવસનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. કામનો ઉકેલ આવતો જાય. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ પ્રતિકૂળતા જણાય.

વૃષભ : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત રહે.

મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી રાહત થતી જાય.

સિંહ : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે બપોર પછી આપે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે.

કન્યા : આપના કાર્યની સાથે મોસાળપક્ષ-સાસરીપક્ષનો કામ અંગે દોડધામ-ખર્ચ જણાય. બપોર પછી તેમાં ઘટાડો થાય.

તુલા : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં રાહત રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભે આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. જેમ દિવસ પસાર થતો જાય તેમાં રાહત થતી જાય. આપના કામમાં મન લાગતું જાય.

ધન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થઈ શકે. બપોર પછી અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

મકર : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. આવક થાય. કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામ થાય.

કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. લાભ-ફાયદો જણાય.

મીન : બપોર સુધી આપને કામમાં મુશ્કેલી રહે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ધ્યાન રાખવું ત્યાર પછી રાહત થતી જાય.

આ સમાચાર શેર કરો