મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22 માર્ચ 2025, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

મેષ : આપના કામમાં આવેલ રૂકાવટ- મુશ્કેલી ધીરે ધીરે દૂર થતા જાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાતા કામ કરવાની ઇચ્છા થા

22 માર્ચ 2025, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

મેષ : આપના કામમાં આવેલ રૂકાવટ- મુશ્કેલી ધીરે ધીરે દૂર થતા જાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાતા કામ કરવાની ઇચ્છા થાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય, કામ કરવાની ઇચ્છા થાય નહીં.

મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય, અન્યનો સહકાર મળી રહે.

કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર- દોડધામ- શ્રમ વધે.

સિંહ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકેે. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.

કન્યા : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં રૂકાવટ રહે.

તુલા : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્ત્વના નિર્ણયો લેવામાં સરળતા રહે.

મકર : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવાય, વાદ- વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મીન : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.

આ સમાચાર શેર કરો