અજા એકાદશીનું વ્રત કરવાથી પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે, તેનું મહત્ત્વ જાણો અને પૂજા વિધિ
સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસ અને વ્રતનું વિશેષ મહત્ત્વ&nb

સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસ અને વ્રતનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી વ્રત દરેક મહિનાના બંને પખવાડિયાની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે.
દરેક એકાદશીનું મહત્ત્વ અલગ-અલગ હોય છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
હિંદુ કેલેન્ડર મુજબ, આ વખતે અજા એકાદશીનું વ્રત 29મી ઓગસ્ટે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. અજા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જાણો અજા એકાદશીની તિથિ, સમય અને મહત્ત્વ વિશે.
અજા એકાદશી તારીખ 2024
પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ આ વખતે 29 ઓગસ્ટના રોજ બપોરે 1:19 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 30 ઓગસ્ટના રોજ બપોરે 1:37 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર અજા એકાદશીનું વ્રત 29 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.
અજા એકાદશી વ્રત 30 ઓગસ્ટ, શુક્રવારે સવારે 7:49 થી 8:31 વચ્ચે ભંગ કરી શકાય છે. ઉપવાસ તોડવાનો કુલ સમય માત્ર 42 મિનિટ છે.
અજા એકાદશી વ્રતનું મહત્વ
હિન્દુ ધર્મ ગ્રંથોમાં અજા એકાદશીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી શ્રી હરિ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ એવી પણ માન્યતા છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું જ પુણ્ય ફળ મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અજા એકાદશીના ઉપવાસ કરવાથી ભૌતિક સુખ અને સમૃદ્ધિની સાથે આધ્યાત્મિક પ્રગતિ થાય છે.
અજા એકાદશી પર મંત્રનો જાપ કરો
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








