આ રાશિના જાતકોના વૈવાહિક જીવન પર અસર
શુક્ર અને શનિ વચ્ચે શડાષ્ટક યોગ રચાયો છે. આમ તો આ યોગ સાતમી જુલાઈથી વિદ્યમાન છે, પણ બંને ગ્રહોની ડિગ્રી પ્રમાણે જ

શુક્ર અને શનિ વચ્ચે શડાષ્ટક યોગ રચાયો છે. આમ તો આ યોગ સાતમી જુલાઈથી વિદ્યમાન છે, પણ બંને ગ્રહોની ડિગ્રી પ્રમાણે જોઈએ તો આજે પરફેક્ટલી શડાષ્ટક યોગ થયો છે. શુક્ર આજે શનિથી પરફેક્ટલી 150 ડિગ્રીના અંતર પર છે.
પશ્ચિમી જ્યોતિષમાં આને 150 ડિગ્રીની દૃષ્ટિ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષનો શડાષ્ટક યોગ અને પશ્ચિમી જ્યોતિષની 150 ડિગ્રીની દૃષ્ટિ બંને અશુભ માનવામાં આવે છે. 31મી જુલાઈએ શુક્ર રાશિ ન બદલે ત્યાં સુધી આની અસર જોવા મળી શકે છે.
શનિ-શુક્રના શડાષ્ટક યોગની સૌથી નકારાત્મક અસર કર્ક અને કુંભ ચંદ્ર રાશિ અથવા કર્ક અને કુંભ લગ્નના જાતકો પર જોવા મળી શકે છે. આ શડાષ્ટક યોગને કારણે જીવનસાથીની તબિયત ખરાબ થઈ શકે અથવા મેરેજ લાઇફમાં વાદ-વિવાદ થાય. જો આ તમને લાગુ પડતું હોય અને આવું કંઈ તમારા જીવનમાં ચાલતું હોય તો ઓમ શુમ શુક્રાય નમઃ અને ઓમ શં શનૈશ્ચરાય નમઃ આ બંને મંત્રની રોજ એક-એક માળા કરો.






