આ વસ્તુઓ કરવાથી ઘરમાં સુખ-શાંતિ, પારિવારિક વાતાવરણ રહે છે ખુશનુમા
શું તમારા ઘરમાં હંમેશા મુશ્કેલી રહે છે? પરિવારના સભ્યો એકબીજાનો સાથ નથી આપતા અને દરેક મુદ્દે

શું તમારા ઘરમાં હંમેશા મુશ્કેલી રહે છે? પરિવારના સભ્યો એકબીજાનો સાથ નથી આપતા અને દરેક મુદ્દે ઝઘડા કરતા હોય છે? જેના કારણે ઘરમાં તણાવની સ્થિતિ રહે છે? તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. આનાથી છૂટકારો મેળવવા માટે, તમને અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશે જણાવવામાં આવી રહ્યું છે, જે તમારા ઘરમાં વાસ્તુ દોષની અસરને ઓછી કરી શકે છે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવી શકે છે.
કેવી રીતે ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા
અહીં ડસ્ટબીન ન રાખશો
રસોડામાં ડસ્ટબીન ક્યારેય ન રાખવું જોઈએ. પાણી અને સ્ટવ નજીકમાં રાખવું સારું નથી, તેનાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે.
અહીં પૂજા ન કરવી
આ સિવાય રસોડામાં પૂજા સ્થળ ન બનાવવું. આ પણ સારું નથી. રસોડાની બાજુમાં બાથરૂમ અને વૉશરૂમ ક્યારેય ન બનાવવું જોઈએ.
સિંક અને સ્ટોવ એકસાથે ન હોવા જોઈએ
આ સિવાય સિંક અને સ્ટવ એક જ સ્લેબ પર ન હોવા જોઈએ અને ગેસ સ્ટવને બારીની નીચે ન રાખવો જોઈએ. તેનાથી એક રીતે વાસ્તુ દોષ પણ થઈ શકે છે.
આ રીતે ભોજન સર્વ કરો
જ્યારે પણ તમે કોઈને ભોજનની થાળી આપો તો તેને બંને હાથથી પકડી રાખો. એક હાથે થાળી સોંપવામાં આવે તો તેમાં ભૂત પ્રેતનો વાસ થઈ જાય છે. આ સિવાય જ્યારે પણ તમે ભોજન બનાવો તો સૌથી પહેલા અગ્નિદેવને અર્પણ કરો.
સૂચના : આ લેખમાં આપવામાં આવેલ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું








