ગ્રહો અથવા નક્ષત્રોના ખરાબ પ્રભાવથી બચવા કરો આ ચમત્કારી યુક્તિઓ
જો તમે ગ્રહો અથવા નક્ષત્રોના ખરાબ પ્રભાવ હેઠળ છો અથવા તમે પરેશાનીઓથી ઘેરાય

જો તમે ગ્રહો અથવા નક્ષત્રોના ખરાબ પ્રભાવ હેઠળ છો અથવા તમે પરેશાનીઓથી ઘેરાયેલા છો, તો અહીં જણાવેલી કેટલીક નિશ્ચિત યુક્તિઓ અજમાવી જુઓ.
હનુમાન ચાલીસા વાંચવી
તમે નિયમ પ્રમાણે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરો.
સંધ્યાવંદન સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસા વાંચ્યા પછી કપૂરથી હનુમાનજીની આરતી કરો.
હનુમાનજીની પૂજા
હનુમાનજીને ચોલા અર્પણ કરો
જો તમે હનુમાનજીને પાંચ વખત ચોલા ચઢાવો તો તમને પરેશાનીઓમાંથી તરત જ રાહત મળે છે.આ સિવાય દર મંગળવાર કે શનિવારે વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં રાખો. આ યુક્તિ ઓછામાં ઓછા 11 મંગળવાર અથવા શનિવારે કરો.
નાળિયેરનો ઉપાય
એક પાણીદાર નારિયેળ લો અને તેને 21 વાર પોતાની ઉપર ફેરવી લો. ત્યાર પછી, કોઈ મંદિરમાં જઇને અગ્નિમાં બાળી દો.
આ જ રીતે પરિવારના સભ્ય પર પણ આ પ્રમાણે વિધિ કરો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવો જોઈએ. પાંચ શનિવારે આવું કરવાથી તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.
ગાય, કૂતરા, કીડીઓ અને પક્ષીઓને ખવડાવો
વૃક્ષ, કીડી, પક્ષી, ગાય, કૂતરો, કાગડો, વિકલાંગ માનવ વગેરે પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાથી દરેક રીતે આશીર્વાદ મળે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








