મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પિતૃઓના મોક્ષાર્થે આ રીતે કરો ઈન્દિરા એકાદશીનું વ્રત, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

ઈન્દિરા એકાદશી વ્રત ભાદરવા વદ (અશ્વિન કૃષ્ણ પક્ષ)ની એકાદશી તિથિએ આવે છે. સનાતન ધર્મમા

પિતૃઓના મોક્ષાર્થે આ રીતે કરો ઈન્દિરા એકાદશીનું વ્રત, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

ઈન્દિરા એકાદશી વ્રત ભાદરવા વદ (અશ્વિન કૃષ્ણ પક્ષ)ની એકાદશી તિથિએ આવે છે. સનાતન ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.  કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને વ્રત કરનારને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ઈન્દિરા એકાદશી ક્યારે મનાવવામાં આવશે અને તેની પૌરાણિક કથા શું છે તેની માહિતી મેળવીએ.

ઈન્દિરા એકાદશી 2024 ક્યારે છે?

આ વર્ષે 28મી સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશી વ્રત ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 01:20 થી શરૂ થશે અને 28 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 02:49 વાગ્યે સમાપ્ત થશે.

ઇન્દિરા એકાદશી વ્રત કથા

ઇન્દિરા એકાદશીની પૌરાણિક કથા અનુસાર, સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો એક રાજા હતો. જે માહિષ્મતી નામના પ્રદેશ પર રાજ કરતો હતો. ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એક દિવસ તેઓ કોઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક દેવર્ષિ નારદ તેમના રાજદરબારમાં પધાર્યા. રાજાએ દેવર્ષિ નારદનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પણ પૂછ્યું. દેવર્ષિ નારદે કહ્યું કે, થોડા દિવસો પહેલા જ્યારે તેઓ યમલોક ગયા હતા ત્યારે ત્યાં તેઓ રાજા ઇન્દ્રસેનના પિતાને મળ્યા હતા. જેમણે પોતાના પુત્ર રાજા ઈન્દ્રસેનને સંદેશો મોકલ્યો છે કે, એક વખત કોઈ કારણસર તેમનાથી એકાદશીનું વ્રત તૂટી ગયું હતું. આ પાપને કારણે તેનો હજુ સુધી મોક્ષ થયો નથી. અને યમલોકમાં રહેવું પડે છે. આગળ દેવર્ષિ નારદ કહે છે કે તેમણે કહ્યું કે મારા પુત્રને કહો કે જો તે અશ્વિન કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરે તો તેને યમલોકમાંથી મુક્તિ મળશે.

 નારદ મુનિ વાત સાંભળ્યા પછી રાજા ઇન્દ્રસેને પિતૃપક્ષની એકાદશી તિથિનું વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કર્યું.  આ પછી તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને એક ગાયનું દાન પણ કર્યું. આ વ્રતના ફળરૂપે રાજા ઈન્દ્રસેનના પિતાને યમલોકમાંથી મુક્તિ મળી. રાજા ઈન્દ્રસેનને પણ તેમના મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ.  કહેવાય છે કે ત્યારથી આ વ્રતનું નામ ઈન્દિરા એકાદશી પડ્યું.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો