દેવી લક્ષ્મીનો આ ફોટો ભૂલથી પણ ઘરમાં ન મુકો, માતા ક્રોધિત થઇ ગરીબીનો આપી શકે છે શ્રાપ
માઁ લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે, જે પોતાના ભક્તોને ક્યારેય ગરીબીનો ભોગ બનવા દેતી

માઁ લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે, જે પોતાના ભક્તોને ક્યારેય ગરીબીનો ભોગ બનવા દેતી નથી. આપણે બધા આપણા ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે બજારમાંથી દેવી લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ ખરીદીએ છીએ.
આજકાલ બજારમાં અનેક પ્રકારના ફોટા અને મૂર્તિઓ આવવા લાગી છે. જ્યારથી ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારથી બજારમાં વિવિધ પ્રકારના ફોટા અને તસવીરો આવવા લાગી છે.
બજારમાં વેચાતી માઁ લક્ષ્મીની તમામ પ્રકારની મૂર્તિઓ અને ફોટા લોકોને આકર્ષક લાગે છે. લોકો તેને ખરીદીને પૂજા રૂમમાં સ્થાપિત કરે છે.
જો તમે પણ આવા લોકોમાં સામેલ છો તો સાવધાન થઈ જાવ, નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને તમને ગરીબીનો શ્રાપ આપી શકે છે.
ઘરમાં ક્યારેય પણ દેવી લક્ષ્મી ઊભા હોય એ મુદ્રામાં ફોટો કે મૂર્તિ ન રાખો. દેવી લક્ષ્મીનો આવો ફોટો લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. તેની સાથે ધનનું નુકસાન પણ થઈ શકે છે.
ઘર અથવા ઓફિસમાં પૂજા સ્થાન પર હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો બેસવાની મુદ્રામાં લગાવવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.






