મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શુક્રવારે ભૂલથી પણ ન કરતા આ 7 કામ, નહીં મળે ઉપવાસનો લાભ

ધાર્મિક ગ્રંથો અનુસાર શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની

શુક્રવારે ભૂલથી પણ ન કરતા આ 7 કામ, નહીં મળે ઉપવાસનો લાભ

ધાર્મિક ગ્રંથો અનુસાર શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઘરમાં મોટાભાગના લોકો ખાસ કરીને શુક્રવારે મા વૈભવ લક્ષ્મી અને મા સંતોષીનું વ્રત રાખે છે, જેથી તેમને તેમના સંપૂર્ણ આશીર્વાદ મળે. પરંતુ હિંદુ ધર્મમાં આ દિવસે કેટલાક ખાસ કામ કરવાની મનાઈ છે. આ કામ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તમને આ વ્રતનો પૂરો લાભ નથી મળતો.

આવો જાણીએ આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

1. શુક્રવારે તમારા ઘરમાં ગંદી વસ્તુઓ ન રાખો, તેને સાફ કરો.

2. શુક્રવારે ભૂલથી પણ ખાટી વસ્તુઓ ન ખાઓ.

3. માતા લક્ષ્મીનો દિવસ શુક્રવાર છે, આ દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો.

4. આ દિવસે કોઈને ખાંડ ઉધાર ન આપો. આમ કરવાથી શુક્ર ગ્રહ તમારી કુંડળીમાં નબળો પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

5. જો તમે શુક્રવારે માંસ કે શરાબનું સેવન કરો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં અશાંતિ આવે છે.

6. શુક્રવારે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે, તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

7. શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈને સારું કે ખરાબ ન કહેવું.

ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો