મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તારીખ 30-10-2024, બુધવારનું રાશિફળ, આ રાશિના લોકોને વાહન ચલાવતા સાચવવું

(એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા) મેષ રાશિઃ મેડિકલ ક્ષેત્રમાં કા

તારીખ 30-10-2024, બુધવારનું રાશિફળ, આ રાશિના લોકોને વાહન ચલાવતા સાચવવું

(એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા)
 
મેષ રાશિઃ

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
આવકના માર્ગમાં વધારો થશે. 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.

વૃષભ રાશિઃ 

કવિ નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. 
વ્યાપારી વર્ગને વિશેષ ધનલાભ થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મિત્રોનો સાથ સહકાર મળશે.

મિથુન રાશિઃ

કાર્યસ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 

કર્ક રાશિઃ 

કાપડના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
જ્વેલેરીના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું. 
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

સિંહ રાશિઃ 

નવા વાહનની ખરીદી થઈ શકે છે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કન્યા રાશિઃ 

અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
નાના ભાઈ-બહેન સાથે સમય વીતશે.
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ વાસ્તુમાં રુચિ આવશે.

તુલા રાશિઃ

જમીનના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું. 
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
 તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 

વૃશ્ચિક રાશિઃ

વ્યાપારી વર્ગને વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 
અતિ માનસિક વિચારના કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

ધન રાશિઃ 

વિદેશને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

મકર રાશિઃ 

કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કુંભ રાશિઃ

સ્ત્રી વર્ગ ને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
મોટા ભાઈ બહેન સાથે સમય વીતશે.  

મીન રાશિઃ

વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે. 
ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે. 
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
નાણાંનું રોકાણ કરવું આજે હિતાવહ નથી.

આ સમાચાર શેર કરો