મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.20/9/2024નું રાશિફળ, કન્યા રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું

તા. ૨૦-૦૬-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- અશ્વિની ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃ&n

જાણો આજનું તા.20/9/2024નું રાશિફળ, કન્યા રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું

તા. ૨૦-૦૬-૨૦૨૪ આજનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- અશ્વિની

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

મેષ રાશિઃ 

  • આયુર્વેદિક વૈદ્ય નવી ઔષધીનું નિર્માણ કરી શકે છે. 
  • તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
  • જીવનસાથી સાથે સમય વીતશે. 
  • આવકના માર્ગમાં વધારો થશે.

વૃષભ રાશિઃ 

  • આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
  • વ્યાપારી વર્ગને વ્યાપારમાં વિશેષ લાભ થશે. 
  • કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
  • ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.

મિથુન રાશિઃ 

  • ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
  • મીઠાઈના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
  • નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
  • તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 

કર્ક રાશિઃ

  • કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
  • મિત્રો સાથે સમય વીતશે.
  • પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
  • કલાત્મક કાર્યમાં રુચિ આવશે. 

સિંહ રાશિઃ 

  • મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
  • સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
  • કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
  • શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

કન્યા રાશિઃ 

  • સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકો ને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
  • દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે. 
  • વાહન ચલાવતા સાચવવું.
  • આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.

તુલા રાશિઃ 

  • ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે. 
  • કલાત્મક કાર્યમાં રુચિ આવશે. 
  • કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. 
  • અતિમાનસિક વિચારોના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ

  • પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
  • વિદેશથી ધન આગમન થઈ શકે છે. 
  • કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
  • વાહન ચલાવતા સાચવવું. 

ધન રાશિઃ

  • મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
  • મિત્રો સાથે સમય વીતશે. 
  • જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
  • તમે તમારી મહેનતથી વ્યાપારમાં વિશેષ ધ્યાન રાખશો. 

મકર રાશિઃ 

  • કાર્યસ્થળ પર સ્ત્રીવર્ગની મદદ મળી રહેશે. 
  • જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. 
  • આપેલા નાણાં પરત મળી આવશે.
  • હૃદય રોગની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે. 

કુંભ રાશિઃ 

  • વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે
  • ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
  • લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
  • વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

મીન રાશિઃ

  • તમારી મધુર વાણીથી લોકો આકર્ષિત થશે.
  • નવા વાહનની ખરીદી થઈ શકે છે. 
  • જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
  • આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

આ સમાચાર શેર કરો